About me

“દાંતેજ ” નવસારીથી દક્ષીણે ત્રણ કિ.મી .દુર આવેલ ગામ, મારી જન્મ ભૂમિ . પ્રાથમિક શિક્ષણ દાંતેજની નિશાળમાંથી અને માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મદ્રેસા હાઈસ્કુલ નવસારીમાંથી મેળવેલ. નવલકથા અને કવિતા વાંચનનો રસ બાળપણથી જ હતો ,માધ્યમિક અભ્યાસથી જ લેખન પ્રવૃત્તિ તરફ વળવા માટે ભાતભાતના તુક્કા સુજતા , પરંતુ સંપૂર્ણ અમલ થયો ન હતો . ન. મ. કૃષિ મહાવિદ્યાલય , નવસારીમાંથી અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ વીસ વર્ષ ત્યા જ નોકરી કરી . નોકરી દરમ્યાન બlગlયતશાસ્ત્ર માં ડોકટરેટની પદવી પણ મેળવેલ છે તેમજ ખેડૂતો માટે જુદા જુદા પાકોની ખેતી પદ્ધતિ , તથા સંશોધન આધારિત સંશોધનલેખો લખ્યા હતા.
ચાલીસી વટાવ્યા બાદ ટોરોન્ટો ,કેનેડા આવવાનું થયું. કેનેડાના શરૂઆતના સંગર્શથી ભરેલ દિવસો દરમ્યાન બે ત્રણ મિત્રો ,વડીલોના સલાહ સુચન અને દોરવણીથી કવિતા અને હાસ્યલેખનું સર્જન થયું . અહી અમારા સમાજ ધ્વારા પ્રકાશિત થતાં દિવાળી અંકમાં  છપાયા . ટોરોન્ટોની શબ્દસેતુ સંસ્થામાં નિયમિત વડીલોને મળવાનું ચાલુ રાખ્યુ છે.તેમજ તેઓના સંસર્ગનો લાભ લઇ મારી કૃતિઓ મારા બ્લોગ દ્વારા રજુ કરવાનું વિચાર્યું છે.
મારા લખાણમાં વાક્ય રચના તેમજ શબ્દ જોડણી માં ભૂલ હોઈ તો તે બદલ અગાઉથી જ માફી ચાહું છુ. આપનો સહકાર તથા પ્રોત્સાહન મારા માટે પ્રેરણા રૂપ રહશે , આપ સર્વેને મારી કૃતિ માટે યોગ્ય પ્રતિભાવ માટે વિનવું છું.